Parshvanatha-Detail

ભક્તજનોના અંતરમાં કર્મો સામે સંગ્રામ ખેલવાનું અદ્ભુત શૌર્ય પૂરતા કેશરવર્ણા શ્રી અજાહરા પાર્શ્વનાથજીનો એક ગૌરવવંતો ઈતિહાસ છે. આ તીર્થના અનુપમ અતીતને જાણવા આપણે ભૂતકાળની વૈભવશાળી અયોધ્યા નગરીમાં પહોંચીએ.
અયોધ્યાના સૂર્યવંશી રાજાની વંશપરંપરામાં પુરંદર , કીર્તિધર , સુકોશલ , હિરણ્યગર્ભ અને નઘુષ આદિ રાજાઓ થયા. આ નઘુષ રાજાની રાણી પવિત્ર સથી હતી. તેની રાજ્ય પરંપરામાં ચોવીસમો કકુસ્થ રાજા થયો. આ કકુસ્થ રાજાના પુત્ર રઘુને અજયપાલ ઉર્ફે અનરણ્ય નામનો પુત્ર હતો. અજયપાલ રાજ્ય સિંહાસન પર આરૂઢ થતાં તેણે સાંકેતપુરને પોતાની રાજધાની બનાવી.
આ પરમ જિનભક્ત અજયપાલ રાજા એકદા સિદ્ધિગરિની યાત્રાએ નીકળ્યો. દીવ બંદરે આવતાં તેના દેહમાં ભયાનક વ્યાધિઓ પ્રગટ થયા. વ્યાધિની પીડાથી ગ્લાન બનેલો રાજા કેટલોક કાળ ત્યાં જ રોકાઈ ગયો.
આ અરસામાં જ સમુદ્રમાં એક ઘટના બની. રત્નસાર નામના વ્યાપારીનાં વહાણો સમુદ્રના ભયાનક તોફાનોમાં અટવાઈ ગયાં. અત્યંત ભયાનક પરિસ્થિતિનું સર્જન થતાં પાણની રક્ષા કાજે રત્નસારે પરમાત્માનું ધ્યાન ધર્ય઼ું. તેની શ્રદ્ધા અને ભક્તિના બળે દિવ્યવાણી સંભળાઈ. આ દિવ્ય વાણીના સંકેતથી રત્નસારે તે સ્થાનમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાની બાતમી મેળવી. દૈવી સંકેતથી તેણે જાણ્યું કે આ પ્રતિમા ઘણી પ્રાચીન અને પ્રભાવક છે. ધરણેદ્રે તે પ્રતિમાને સાત લાખ વર્ષ સુધી પૂજેલી છે. કુબેર દેવે 600 વર્ષ સુધી તેની અર્ચના કરી છે. અને વરૂણ દેવે પણ તેને સાત લાખ વર્ષ સુધી પૂજી છે. આ પ્રભાવક પ્રતિમાને પ્રાપ્ત કરીને દીવબંદરે રહેલા અજયપાલને સોંપવા અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીએ દિવ્યવાણીથી સૂચન કર્ય઼ું.
આ પ્રતિમાના આવા પરમ પ્રભાવને જાણીને તેને પ્રાપ્ત કરવા રત્નાસર ઉત્સુક બન્યો. દૈવી સહાયથી તેણે આ પ્રતિમા સમુદ્રમાંથી પ્રાપ્ત કરી અને પ્રતિમાના પ્રાગટય માત્રથી જ ગાંડોતૂર બનેલો સમુદ્ર ક્ષણમાં શાંત થયો.
દીવ બંદરે પહોંચીને રત્નસારે આ પ્રતિમા ભવ્ય આડંબરપૂર્વક રાજા અજયપાલને સુપ્રત કરી , આ મનોહર પ્રતિમાના દર્શનથી હર્ષન્વિત બનેલા રાજાએ ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઊજવ્યો. અને પરમાત્માનું સ્નાત્ર જળ પોતાના અંગે લગાડયું. આ સ્નાત્ર જળના દિવ્ય પ્રભાવથી તેનો વેધક વ્યાધિ પણ શીઘ્ર ઉપશાંત થયો.
આ પ્રતિમાના પરમ પ્રભાવથી પ્રભાવિત બનેલા અજયપાલે અજયનગર નામનું એક નગર વસાવ્યું. આ નગરની મધ્યમાં એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવી , આ ચમત્કારી પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યા. આ પરમાત્માની ત્રિકાલ પૂજા કરતા રાજાની સમૃદ્ધિ અત્યંત વૃદ્ધિ પામી. છ માસ પર્યંત ત્યાં રહીને રાજાએ સિદ્ધગિરિની યાત્રા કરી. શ્રી પાર્શ્વપ્રભુના ચૈત્યને દસ ગામ સહિત અજયનગર સમર્પિત કરીને રાજા પોતાના સ્થાને ગયો. અજયરાજાના રોગને હરનાર આ પરમાત્મા શ્રી અજાહરા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થયા.
સં. 1034 ના લેખવાળો ઘંટ તથા ચૌદમા સૈકાના કેટલાક શિલાલેખો આ તીર્થની પ્રાચીનતા પર સારો પ્રકાશ પાડે છે.
શ્રી ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર શ્રી મહેદ્રસૂરીશ્વરજીના હસ્તે સં. 1323 માં પ્રતિષ્ઠિત થયેલી કાઉસગ્ગીઆ મૂર્તિઓ જમીનમાંથી મળી આવેલી છે.
સં. 1343 ના મહાવદ 2 ને શનિવારે અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા.
સં. 1667 ના વૈશાખ સુદ 3 ને મંગળવારે તપાગચ્છાચાર્યશ્રી વિજયદેવસૂરિની પાવન નિશ્રામાં ઉના નિવાસી શ્રીમાળી કુંવરજી જીવરાજ દોશીએ આ તીર્થનો ચૌદમો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
અજયપાલ  નામના ચોરાની જમીન ખોદતાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો પ્રાપ્ત થયા છે. આ અવશેષો આ નગરીની પૂર્વકાલીન સમૃદ્ધિ અને આબાદીનો પરિચય આપે છે. આજે તો આ નાનકડા ગામડામાં એક જિનપ્રાસાદ સિવાય વિશેષ કાંઈ નથી. શિખરબદ્ધ જિનપ્રાસાદ અત્યંત મનોહર જણાય છે.
શ્રી જિનપ્રભસૂરિએ આ પાર્શ્વનાથને `` શ્રી નવનિધિ પાર્શ્વનાથ ' નામથી પણ ઓળખાવ્યા છે.

Shri Ajahara Parshanath Jain Pedhi, Delwada-362510, Dist. Junagadh, Gujarat State, India. 
Details
Alternate name: Parasnath
Historical date: 877 – 777 BCE
Family
Father: Asvasena
Mother: Vamadevi
Dynasty: Ikshvaku
Places
Birth: Kashi (Banaras)
Nirvana: Sammed Shikhar
Attributes
Colour: Blue
Symbol: Snake
Height: 7.7142852 Feet
Age At Death: 100 years old
Attendant Gods
Yaksha: Vaman
Yaksini: Padmavati